Knee Pain Causes Treatments Prevention

આજકાલ ઢીંચણના દુખાવાના દર્દીઓ વધતા જાય છે. તો આ ઢીંચણનો દુખાવો શું છે? તે શેના કારણે થાય છે?તેમાં શું સાવધાની રાખવી પડે  તેના ઉપાયો શું છે? તે ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.

ઢીંચણમાં કઇ કઈ માંસ પેશીઓ આવેલી છે?

નીચેની આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણા ઢીંચણ ની અંદર કઈ કઈ માંસ પેશીઓ આવેલી છે. આપણો ઢીંચણ ચાર હાડકાનો બનેલો છે. એક સાથળનું હાટકું જેને અંગ્રેજીમાં Femur કે Thigh bone  કહેવાય. પગના બે હાડકા તેને ટીબીયા અને ફિબ્યુલા કહેવાય. તેમાં ટીબીયાને shinbone કહેવાય તથા એક ઢાંકણીનું હાટકું જેને pattela અથવા kneecap કહેવાય.

 

આ ઉપરાંત દરેક હાડકાના અંતિમ ભાગમાં થોડી નરમ અને લીસી માંસપેશી હોય જેને કાર્ટીલેજ કહેવાય.

આ ઉપરાંત દરેક જોઈન્ટ ને જોડવા માટે ભગવાને શેરડીના સાંઠાની છાલ જેવી માંસ પેશીઓ મૂકેલી છે. જે દરેક જોઈન્ટને જોડે અને તેને સ્ટેબીલાઈઝ કરવા માં મદદરૂપ કરે તેને ligament કહેવાય.

આપણા ઢીંચણમાં નીચે મુજબના લીગામેન્ટ હોય. anterior cruciate ligament બીજો posterior cruciate ligament તથા medial colateral ligament and lateral collateral ligament. અને Pattelar ligament.

કોઈપણ મસલ્સ નો અંતિમ ભાગ જે દોરડા કે દોરી જેવો હોય તેને ટેંડન (tendon) કહેવાય. તે ટેન્ડન વાળો ભાગ મસલ્સને હાડકા જોડે જોડે.

આ ઉપરાંત આપણા ઘૂંટણ ની અંદર જ્યારે તમે ખુદા કૂદ કરો ત્યારે તેમાં આવતા જર્ક ને સોસવા માટે ભગવાને બંને બાજુ ડિસ્ક મૂકી છે જેનું નામ મેનિસકસ છે. તે ડિસ્ક થોડી હાર્ડ હોય લીસી હોય જે તમારા જોઈન્ટની મુવમેન્ટની ને સ્મુધ બનાવવાનું કામ કરે.

બીજું ભગવાને આપણા ઢીંચણને તથા અન્ય સાંધાને એકદમ પેટીપેક બંધ કરીને તેની અંદર લીસુ તેલ જેવું પ્રવાહી મૂક્યું છે. જેના કારણે તમારા  સાંધામાં મૂવમેન્ટ થવા છતાં તેમાં ઘસારો ના પડે. જેને synovial fluid કહેવાય.

તો ઢીંચણનો દુખાવો ઉપરની કોઈપણ માંસ પેશી ઉપર નુકસાન થાય ત્યારે થઈ શકે. જેમ કે હાડકાની અંદર ઘસારો પહોંચે, હાટકું ખવાય કે cartilage ખવાય તો દુખાવો થાય. તમારા લિગામેન્ટ ની અંદર કોઈ ટેન્શન પહોંચે અથવા તો તૂટે તો દુખાવો થાય. તમારા બંધ જોઈન્ટની અંદર ચેપ લાગે અથવા પ્રવાહી ઓછું થઈ જાય તો દુખાવો થાય. તમારા મસલ્સ કે આજુબાજુ ની કેપ્સુલ ની અંદર સોજો આવે તો પણ દુખાવો થાય.

મોટાભાગના ઘૂંટણના દુખાવાની અંદર ઘૂંટણ ના હાડકાનો અંતિમ ભાગ જેને આપણે cartilage કહીએ છીએ તેની અંદર ઘસારો પહોંચે ત્યારે થાય. તે હાડકાનો અંતિમ ભાગ ખરબચડો થઈ જાય, તેની ચેતાઓ ઉપર દબાણ આવે તથા તે cartilage નો ટુકડો અંદર છૂટો પડી જાય ત્યારે સાંધાનો દુખાવો થાય તથા આજુબાજુની માંસ પેશીઓની અંદર કોઈ કારણથી સોજો આવે ત્યારે તેમાં દુખાવો થાય.

 

ઘૂંટણના દુખાવાના કારણો કયા કયા હોઈ શકે?

ઘૂંટણનો દુખાવો ઘૂંટણ ની અંદર તથા આજુબાજુ આવેલી માંસ પેશીઓમાં કોઈપણ ઈજા પહોંચે ત્યારે થાય.

 

ACL injury. એટલે કે  anterior cruciate ligament (ACL) ની ઇજા.

એન્ટિરિયર ક્રૂશિએટ લિગામેન્ટ (ACL) ઘૂંટણના જોડાણને સ્થિર રાખવામાં મદદ કરતા મુખ્ય લિગામેન્ટ્સમાંનો એક છે. ACL જાંઘની હડી (ફેમર) ને ટીબિયા (ટાંગની હડી) સાથે જોડે છે.  આ લીગામેન્ટ આપણા ઘુટણને સ્થિર રાખવામાં મદદ કરે. જો તેને ઈજા થાય તો તેને સર્જરી દ્વારા રીપેર કરી શકાય. આ ઇજા ખાસ કરીને જ્યારે અમુક રમતમાં વ્યક્તિ દોડતો હોય અને એકાએક ઉભો થઈ જાય તો અથવા તો વારંવાર રમતની દિશા બદલે તો ઘૂંટણના આ લીગામેન્ટ ઉપર ખેંચાણ આવવાથી તે તૂટી જવાની સંભાવના રહે. દાખલા તરીકે બાસ્કેટબોલ કે ફૂટબોલની રમત રમતી વખતે આ આ ligament તૂટી જવાની શક્યતા વધારે રહે.

Fractures.

મોટાભાગે ઢાંકણીનું હાડકું જેને આપણે patella કહીએ છીએ તેમાં ઈજા થવાની શક્યતા વધારે હોય છે. તથા અમુક વખતે આપણા હાડકા પોચા થઈ ગયા હોય તો સામાન્ય અકસ્માતમાં પણ આપણું હાડકું તૂટી જાય. જેના કારણે તમને ઘૂંટણનો દુખાવો થાય. ઉંમર સાથે પડી જવાના કારણે કે  ઢાંકણીનું હાટકું ખસી જવાના કારણે પણ ઘૂંટણમાં દુખાવો થાય.

Torn meniscus. 

આ ટાઈપ ની ઈજા કેવી રીતના થાય તેને આકૃતિ સાથે સમજીએ.

 

 

આ મેનિસકસ એ C આકારનો કઠણ હાડકા જેવો ભાગ છે. જે તમે કૂદાકૂદ કરો ત્યારે તમારા જર્ક ને સોસવાનું  કામ કરે. પરંતુ તમે જ્યારે કંઈક વજન ઊંચક્યું હોય અને તમે પગને મચેડવા જાવ તો આ meniscus તૂટવાની શક્યતા વધી જાય છે.

Knee bursitis. બરસા એટલે નાની નાની પાણીની થેલીઓ જેને આપણે sec કહીએ છીએ. તે તમારા હાડકા અને તમારા ટેન્ડન અને લિગામેન્ટની વચ્ચે હોય જેથી કરીને તમારા ટેન્ડન અને લીગામેન્ટ સારી રીતના glide કરી શકે. પરંતુ આ થેલીમાં સોજો આવે તો તમને સાંધાનો દુખાવો થવાની શક્યતા વધી જાય.

Patellar tendinitis.

આની અંદર  ઢાંકણી એટલે કે patella bone જે નીચે ના હાડકા(tibia) જોડે ફાઇબર વાળી માંસ પેશીઓથી જોડાયેલું છે. તેની અંદર સોજો આવે ત્યારે દુખે.

an injury to the patellar tendon, which runs from the kneecap (patella) to the shinbone and allows you to kick, run and jump. Runners, skiers, cyclists, and those involved in jumping sports and activities may develop patellar tendinitis.

આ ઉપરાંત તમારા ઘૂંટણ ની અંદર તમારા  cartilage નો નાનો કટકો છૂટો પડી જાય તો તે તમને અંદર કૂચતો હોય તેવું લાગે અથવા તો તમારા જોઈન્ટની મૂવમેન્ટ ને  ઓછી કરી કાઢે.

આ ઉપરાંત લોબો ટાઈમ એક પગ ઉપર વજન રાખીને ઉભા રહેવાથી પણ સાંધા દુખે.

આ ઉપરાંત જે લોકો સાયકલિંગ કરતા હોય કે વધુ પડતા ચાલતા હોય તેમને તેમના જાંગની બહારના માંસ પેશીઓની અંદર તણાવ આવે જેના કારણે તેમને જાંગના બહારના ભાગમાં દુખે.

આપણા હાડકા કે કાર્ટીલેજ નું ખવાણ એટલે કે આર્થરાઇટિસ કઈ કઈ સ્થિતિમાં થાય?

Types of arthritis

આર્થરાઇટિસ થવાના ઘણા બધા કારણો છે પરંતુ આપણે મુખ્ય કારણોની ચર્ચા કરીશું.

Osteoarthritis.

આ આર્થરાઇટિસ ઉમર સાથે થાય. જોઈન્ટ ની અંદર ઘસારો પહોંચવાના કારણે થાય. તેમાં હાડકાના અંતિમ ભાગ એટલે કે cartilage ની અંદર તથા ડિસ્કની અંદર ઘસારો પહોંચે અથવા તો ક્રેક થાય. તે નીચેની આકૃતિ દ્વારા સ્પષ્ટ જોઈ શકાય છે.

આ કન્ડિશનમાં દુખાવાની ગોળી દ્વારા દુખાવો ઓછો કરી શકાય અથવા તો જો જોઈન્ટ વધારે ઘસાઈ ગયો હોય તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવું પડે.

Rheumatoid arthritis.

આ આર્થરાઇટિસમાં આપણા શરીરમાંથી જ એવા ખરાબ તત્વો પેદા થાય જે તમારા નોર્મલ જોઈન્ટ ના સેલને નુકસાન કરે અને તેનું ખવાણ કરે તેને auto immune disease  કહેવાય. તે શરીર ના બધા જ સાંધા ને નુકસાન કરે. થોડીવાર માટે મટી જાય પછી પાછું થાય. તેને ગુજરાતી ભાષામાં વા અથવા સંધિવા કહેવાય હિન્દીમાં ગઠીયા કહેવાય.

તેની દવા દ્વારા સારવાર કરી શકાય.

Gout.

આ આર્થરાઇટિસમાં આપણા ઘૂંટણના જોઈન્ટ ની અંદર યુરિક એસિડ ના સ્ફટિક એટલે કે ક્રિસ્ટલ જામી જાય.

આ રોગ મોટાભાગે પગના અંગૂઠા ના જોઈન્ટ માં વધારે જોવા મળે. પરંતુ કોઈક વખત ઘૂંટણમાં પણ જોવા મળે. પગનો અંગૂઠો લાલ થઈ જાય તથા ત્યાં દુખે. તેની સારવાર દવા દ્વારા થઈ શકે. આ દવા માં યુરિક એસિડ ઓછો થાય તેવી દવા આપવામાં આવે.

Pseudogout. Often mistaken for gout, pseudogout is caused by calcium-containing crystals that develop in the joint fluid. Knees are the most common joint affected by pseudogout.

Septic arthritis.

આની અંદર ઘુટણ ની અંદર ચેપ લાગવાના કારણે થાય. તેની તુરંત સારવાર કરાવી પડે. નહીંતર તે cartilege ને વધુને વધુ નુકસાન કરે. તેમાં જોઈન્ટ ની અંદર સોજો આવે દુખાવો થાય તથા દર્દીને તાવ આવે શરીરમાં કોઈ પણ જગ્યાએ ચેપ હોય તો તેનો ચેપ ત્યાં લાગી શકે.

તેની એન્ટીબાયોટિક દ્વારા સારવાર થાય.

ઘૂંટણ ના દુખાવા માટે કયા જોખમી પરિબળો જવાબદાર છે.

Excess weight.

જે વ્યક્તિનું વજન વધારે છે તેને ગુંઠણના દુખાવાની શક્યતા વધી જાય છે. કારણ કે તેના કાર્ટિલેજ વહેલા ઘસાઈ જાય. એટલું વજન લઈને જ્યારે તમે સીડી ચઢો છો ત્યારે પણ તમારા સાંધાને નુકસાન થવાની શક્યતા વધી જાય છે.

Lack of muscle flexibility or strength.

જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરતા નથી બેઠાડું જીવન જીવે છે તે લોકોને જોઈન્ટ ના પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જાય.જો તમે રેગ્યુલર ચાલવાનું કે એક્સરસાઇઝ કે યોગ કરો  ત્યારે તમારા ઘૂંટણ ની આજુબાજુના મસલ્સ અને લિગામેન્ટ મજબૂત થાય. જેના કારણે જોઈન્ટ ના દુખાવા ઓછા થાય. વધુ ચાલવાથી જોઈન્ટ ના ઘસાઈ જાય. પરંતુ જેને જોઈન્ટ માં તકલીફ હોય તેને ધીમે ધીમે  ચાલવાનું ચાલુ રાખવું. આપણા જોઈન્ટ ના આજુબાજુના મસલ્સ તથા લિગામેન્ટ મજબૂત હોવા જરૂરી છે. એના કારણે તમારા જોઈન્ટ ઉપર ઓછો લોડ આવે. જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ અને યોગ કરે તે પોતાના જોઈન્ટને બરોબર વાળી શકે છે.

Certain sports or occupations. અમુક રમતોમાં કે અમુક વ્યવસાયમાં તમારા જોઈન્ટ ઉપર વધારે પ્રેશર આવતું હોય ત્યારે તેને નુકસાન થવાની સંભાવના વધી જાય છે.

Some sports put greater stress on your knees than do others. Alpine skiing with its rigid ski boots and potential for falls, basketball’s jumps and pivots, and the repeated pounding your knees take when you run or jog all increase your risk of knee injury. Jobs that require repetitive stress on the knees such as construction or farming also can increase your risk.

Previous injury. જેને અગાઉ જોઈન્ટમાં ઈજા પહોંચી હોય તો તેવા વ્યક્તિ ને વધારે ઈજા પહોંચવાની શક્યતા રહે છે. તે લોકો એ ડોક્ટરની સલાહ મુજબ એક્સરસાઇઝ કરવી.

નિદાન કેવી રીતના કરી શકાય

ઘૂંટણના દર્દનું નિદાન તેના લક્ષણો ઉપરથી થઈ શકે અથવા તો તેમાં એક્સ રે, સીટી સ્કેન કે એમ આર આઈ નો ઉપયોગ કરી શકાય. જરૂર પડે તો ડોક્ટર તમારા જોઈન્ટ ની અંદર દૂરબીન નાખીને તેનું નિદાન કરે અને સારવાર પણ કરે.

ઘૂંટણના દર્દની સારવાર કેવી રીતના કરી શકાય?

Arthroscopic surgery. આની અંદર ડોક્ટર તમારા જોઈન્ટ ની અંદર દૂરબીન નાખીને તેનું નિદાન કરે અને કોઈ cartilage ના ટુકડા છૂટા પડી ગયા હોય તો તે ત્યાંથી નીકાળી દે. બીજું જો લિગામેન્ટ તૂટી ગયો હોય તો તેને દૂરબીન દ્વારા રિપેર પણ કરી શકે.

Partial knee replacement surgery.

આ સર્જરીમાં તમારા જોઈન્ટ નો અમુક ભાગ ખરાબ થઈ ગયો હોય તો તેને નાના  incision દ્વારા દૂર કરવામાં આવે અને તેને રિપ્લેસ કરવામાં આવે.

In this procedure, your surgeon replaces only the most damaged portion of your knee with parts made of metal and plastic. The surgery can usually be performed through small incisions, so you’re likely to heal more quickly than you are with surgery to replace your entire knee.

Total knee replacement.

આની અંદર ઓર્થોપેડિક સર્જન તમારો જે હાડકાનો ભાગ ખરાબ થઈ ગયો છે તે કાપીને તેની જગ્યાએ આખો નવો જોઈન્ટ બેસાડવામાં આવે.

In this procedure, your surgeon cuts away damaged bone and cartilage from your thighbone, shinbone and kneecap, and replaces it with an artificial joint made of metal alloys, high-grade plastics and polymers.

Osteotomy.

આ સર્જરી ની અંદર તમારો જે હાડકાનો ભાગ ખરાબ થયો છે તે દૂર કરવામાં આવે અને તમારા જોઈન્ટ નું એલાઈમેન્ટ કરવામાં આવે જેના કારણે તમારા ઘૂંટણનો દુખાવો ઓછો થાય.

This procedure involves removing bone from the thighbone or shinbone to better align the knee and relieve arthritis pain. This surgery may help you delay or avoid total knee replacement surgery

ઘૂંટણ નો દુખાવો ઓછો કરવા માટેના ઘરેલુ ઉપાય. 

જો તમને ઘૂંટણનો દુખાવો થતો હોય અને ઘૂંટણ જકડાઈ ગયા હોય તો ગરમ પાણીનો શેક કરવો. જેનાથી તેનું સર્ક્યુલેશન વધે અને આજુબાજુના મસલ્સ રિલેક્સ થાય.

જો તમને ઘૂંટણમાં સોજો હોય અને દુખાવો થતો હોય તો ઠંડા પાણીના પોતા મુકવા. ઠંડુ પાણી તે જગ્યાના લોહીના સપ્લાય ને ઓછો કરે. જેથી સોજો ઓછો થાય અને તે ઠંડુ પાણી તે જગ્યાને નમ કરી દે તેથી દુખાવો ઓછો થાય.

આ ઉપરાંત લસણ તથા અજમા ને તલના તેલમાં કે રાયના તેલમાં કકડાવીને સામાન્ય ગરમ તેલ લગાવવામાં આવે અથવા તેનો મસાજ કરવામાં આવે તો ઘૂંટણનો દુખાવો ઓછો થાય. સોજો પણ ઓછો થાય અને આજુબાજુના મસલ્સ પણ રિલેક્સ થાય. ખાસ કરીને તે વખતે સૂર્યપ્રકાશમાં બેસવું જેથી કરીને વિટામિન ડી પણ મળે. હળવે હળવે મસાજ કરવો.

આ ઉપરાંત ખોરાક ની અંદર આદુ, લસણ, હળદર, તથા એન્ટિઓક્સિડન્ટ ધરાવતા ખોરાક લેવાથી પણ ઇન્ફ્લામેશન માં ફાયદો થાય.

આ ઉપરાંત વિટામિન ડી લેવાથી તમારું કેલ્શિયમ જળવાઈ રહે અને તમારા હાડકા મજબૂત થાય તથા ઓમેગા 3 ફેટી એસિડ એન્ટિઓક્સિડન્ટ લેવાથી પણ સાંધા નો દુખાવો ઓછો થાય.

દુખાવો થતો હોય તો તમે દુખાવો ઓછો કરવાની ગોળી ગળી શકો છો અથવા તો તેની ટ્યુબ લગાવી શકો છો.

રેગ્યુલર એક્સરસાઇઝ કરતા રહેવું વજનને કંટ્રોલમાં રાખુ જેથી કરીને તે સાંધા ઉપર આવતું પ્રેશર ઓછું થાય.

પગની સુક્ષ્મ કસરતો ખાસ કરવી જમીન ઉપર બેસીને બંને પગના  લાંબા કરીને બંને પગના પંજા શરીર તરફ ખેંચવા જેના કારણે તમારા ગોઠણ ની આજુબાજુના મસલ્સ અને લીગામેન્ટ