આમવાત માં શું કરવું અને શું ના કરવું.

આમવાત માં શું કરવું.

૧) આમવાત માં સૌપ્રથમ ઉપવાસ કે એકટાણાં કરવા.

૨) સુંઠ કે પંચકોલ ઉકાળેલ ગરમ-ગરમ પાણી જ પીવું.

૩) નગોડના પાન કે  ક્વાથ ઉકાળીને નહાવું.

૪) દુખાવાવાળા ભાગ પાર ગરમ – ગરમ નદી ની રેતી ની પોટલી નો સેક કરવો.

૫) શાકભાજીમાં રીંગણાં , કારેલા ,કંટોલા ,પરવળ, સરગવો, સાટોડી, ભાજી વગેરે ખાવા.

૬)  જમવામાં લસણ નો ઉપયોગ  વધારે કરવો.

૭) જુના સાઢી ચોખા કે લાલ ચોખાનો ભાટ ખાવો.

૮) ચાના , વટાણા ,કળથી ,મૂળાનો સૂપ પીવો.

૯) જમવાની સાથે – સાથે આદુના નાના ટુકડા કરી ખાવા.

૧૦) નગોડ ના પાંદડા નો શેક કરવો.

૧૧) ઝાડા કરાવવા તથા આમવાતનાશક બસ્તિઓ આપવી.

૧૨) કડવા – તીખા તથા ભૂખ વધારનાર આહાર-ઔષધ નું સેવન કરવું.

૧૩) ગોળ અને સૂંઠ નું મિશ્રણ ખાવાથી આમવાત મટે છે.

૧૪) ગુડુચી અને સૂંઠ ખાવા.

૧૫) હરડે અને સૂંઠ ખાવા.

૧૬) રાત્રે સૂતી વખતે એરંડિયા તેલ નું પાન ગરમ પાણી સાથે કરવું.

આમવાત માં  શું ના કરવું.

૧) ભૂખ થી વધારે ન જમવું.

૨) ખટાશ સદંતર બંધ કરવા.

૩) ઠંડુ ,વાસી ,ફ્રીજનું ન ખાવું.

૪) દૂધ – દહીં ના ખાવા.

૫) તળેલું ભારે ન ખાવું.

૬) મેંદા કે અડદ ના લોટ ની વસ્તુ ના ખાવી.

૭) કંદમૂળ ના ખાવા.

૮) મછી – માસ ન ખાવા.

૮) વિરોધી ખોરાક – દૂધ સાથે તમામ ફળ ,ખટાસ ,પાપડ  – અથાણાં , ડુંગળી – લસણ – ગાજર -મૂળા, તળેલું – ભારે , ફણગાવેલ ધાન્ય, ફરસાણ – આથાવાળી વસ્તુ ,મછી – માસ , ચાના – મેંદા ના લોટની વસ્તુ એકસાથે ના લેવી.

૯) ઠંડુ , વાસી કે ખરાબ પાણી કે પીણાં ન પીવા.

૧૦) વિરોધી ચેષ્ટ ના કરવી.

૧૧) બેઠાડુ ,આળસી કે ક્રિયાહીન ન રહેવું.

૧૨) ઠંડો ,ખુલ્લો કે સામેનો પવન ન ખાવો.

૧૩) મળ- મૂત્રાદિ ઉપસ્થિત આધારણીય કુદરતી વેગો ન રોકવા.

૧૪) ઉજાગરા ન કરવા તેમજ દિવસે સૂવું પણ નહિ.