આયુર્વેદ ચિકિત્સા વિષે જાણવા જેવી બાબતો.
૧) આયુર્વેદ ચિકિત્સા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે તેમાં વ્યક્તિની પ્રકૃતિ ,તેની પાચન શક્તિ તેની નિદ્રા તેની મળ પ્રવૃત્તિ તેમજ તેની મૂત્ર પ્રવૃત્તિ આના સિવાય પણ ઘણી બાબતો ધ્યાન માં રાખીને ચિકિત્સા કરવામાં આવતી હોય છે.
૨) દિન ચર્યા તેમજ ઋતુ ચર્યા નું પણ જોવામાં આવતું હોય છે.
૩) ફેમિલી હિસ્ટ્રોય પણ જોવામાં આવતી હોય છે.
૪) પેલા કોઈ મોટી બીમારી થઇ હતી કે નાઈ એનું પણ ધ્યાન આપવામાં આવતું હોય છે..
૫) આહાર વિધિ એટલે કે વ્યક્તિ કેવી રીતે લે છે એનું પણ ધ્યાન આપવામાં આવતું હોય છે.
૬) વ્યક્તિ ની આદતો પણ ધ્યાન ,માં લેવામાં આવતી હોય છે.
૭) માનસિક પરિસ્થિતિ પણ ધ્યાન માં લેવામાં આવતી હોય છે.
૮) વ્યક્તિની નાડી જોવામાં આવતી હોય છે.
૯) આ સિવાય પણ એવી ઘણી નાની નાની બાબતો છે જે ધ્યાન માં લેવામાં આવતી હોય છે.
નોંધ:- કોઈ પણ વ્યકિતએ આયુર્વેદ દવાઓ લેવાની હોય તો નજીક ના આયુર્વેદ ડૉક્ટર ની સલાહ પ્રમાણે જ લેવી.કારણ કે બહાર થી દવાઓ લેવાથી કોઈ પણ પ્રકાર નો ફાયદો જોવા નહિ મળે અને મળી પણ જશે તો તે કાયમ માટે નાઈ હોય.આયુર્વેદ દવાઓમાં જે રસૌષધિઓ અને જે વિષ ઔષધિઓ માંથી બનાવવાંમાં આવે છે છે એનો જો યોગ્ય માત્ર માં ઉપયોગ કરવામાં ના આવે તો ઘણી બધી side effect કરી શકે છે.
આયુર્વેદ દવાઓ થી પરિણામ મેળવવા માટે ધ્યાન માં રાખવના મુદ્દાઓ .
૧)દવાઓ બધી ખાસ કરીને ગરમ પાણી સાથે લેવી.
૨)જે દવાઓ અમુક ખાસ દ્રવ્ય(અનુપાન ) સાથે લેવાની કીધી હોય તો તે પ્રમાણે જ લેવી,
૩)દવાઓ લેવાની જે સમય કીધો હોય તે પ્રમાણ એજ લેવી.
૪)જે પરેજી કીધી હોય તેના પર ખાસ ધ્યાન આપવું.
5) વધુ પડતી જૂની બીમારી હોય તો તેના માટે તે બીમારીને અનુરૂપ પંચકર્મ કરાવી પછી આયુર્વેદિક દવાઓ લેવાથી ઝડપી પરિણામ મેળવી શકાય છે,