Daily Routine For Gastric Problem..Must Follow

Daily Routine For Gastric Problem

પેટ ના રોગો માટે પથ્યપાલન :

1)સવારે ૪ થી ૬ વાગ્યા દરમિયાન એટલે કે શક્ય હોય તો સૂર્યોદય ના ૧-૨ કલાક અગાઉ ઉઠવાનું રાખો .આ સમયે શરીર અને મન  તણાવ મુક્ત હોય છે. વળી આ સમયે વાતાવરણ શુદ્ધ તેમજ પ્રાણવાયુ વાળું હોઈ છે .

2) રાત્રે મોડામાં મોડું દસ વાગે સુઈ જવાની ટેવ પાડો .રાત્રે મોડે સુધી જાગવાના કારણે સવારે મોડા ઉઠાય છે.તેથી પાચનતંત્ર રોગ, માથાનો દુખાવ, આંખ ની બીમારી વગેરે થઈ શકે છે .

3) ઉઠીને ૨-૩ ગ્લાસ હૂંફાળું પાણી પીવાનું રાખો.આવું કરાવથી પેટ સાફ રહેશે .

4) બાવળ નું દાતણ દાંત ની સફાઈ માટે શ્રેઠ છે.તેમ છતાં તમારી પ્રકૃતિ અનુસાર ટૂથપેસ્ટ પણ વાપરી શકાય .આજકાલ ઘણી હર્બલ ટૂથપેસ્ટ મળે છે.

6) તમારી પોતાની ક્ષમતા પ્રમાણે નિયમિત કસરત કરો,જેથી શરીર બળવાન અને શક્તિશાળી બનશે.

7) જમતી વખતે એ ધ્યાન રાખો કે હોજરીમાં ૫૦% આહાર, ૨૫%પાણી  અને ૨૫% હવા હોય. જમતી વખતે વચ્ચે વચ્ચે થોડું પાણી પીવાની આદત બનાવો જેથી કરીને હોજરીમાં હવા – પાણી અને ખોરાક નું સંતુલન જળવાઈ રહે અને સહેલાઇ થી પાચન થઇ શકે.

8) સવારે નાસ્તો કરવાની ટેવ પાડો.નાસ્તામાં ૩૫૦ કેલરી મળે તે આવશ્યક છે. ( ખાખરા , મમરા ,પૌઆ દલિયા , બિસ્કિટ , બાફેલા મગ વગેરે.)

9) જમ્યાં ની સાથે અથવા તો જમ્યા પછી પીવા માટે ગરમ પાણી નો જ ઉપયોગ કરવો .

10) જમવાની સાથે અથવા જમ્યા પછી કોઈ પણ પ્રકાર ના કોલ્ડડ્રીંક કે આઈસ્ક્રીમ નો ઉપયોગ કરવો  નહિ .

11) ઘઉં ના લોટ ની બનતાવતો બિલકુલ બંધ કરવી .તેની જગ્યા એ જવ ,રાગી ,મકાઈ ના લોટ ની બનાવતો નો ઉપયોગ કરી   શકાય .

12) બપોરે ૧૨ થી ૨ વાગ્યા ની વચ્ચે ભોજન લેવાનું રાખો.

13 ) જમવામાં ગરમ – ગરમ જ વસ્તુઓનો ઉપયોગ કરવો .જેમ કે દાળ-ભાત, શાક -ભાખરી વગેરે. જમ્યા પછી પીવા માટે ગરમ પાણી નો જ ઉપયોગ કરવો.

14) જમ્યા પછી ૪૫ મિનિટ સુધી કોઈ પણ પ્રકાર ના કામ માં પ્રવૃત થવું નહિ. થોડી વાર સુધી આરામ કરવો અને ખાસ કરીને વજ્રાસન માં બેસવું.

15 ) જમવાનું ભૂખ લાગે ત્યારે જ લેવું.પચવામા ભારે ખોરાક ના લેવો જેમ કે મેદાની વસ્તુ , તીખી , તળેલી , આથાવાળી , મીઠાઈ, નોનવેજ , કઠોળ વગેરે ..ફાસ્ટ ફૂડ નો બિલકુલ ત્યાગ કરવો.

16 ) જમવાનું  જ શાંતિ જ લેવું. બહુ ઉતાવળે લેવું નહિ તેમજ  જમવાનું લેતી વખતે બીજા કોઈ કામ માં પ્રવૃત થવું નહિ.જેમ કે ટીવી જોવી , વાતો કરવી ,મોબાઈલ માં કોઈ પણ જાતનું કામ ના કરવું જોઈએ.તમારું સંપૂર્ણ ધ્યાન જમવામાં જ હોવું જોઈએ.

17) જમ્યા પછી તરત જ પાણી ના પીવો.અડધાથી પોણા કલાક પછી પાણી પીવો.કારણકે તે સમયે આપણી હોજરીની પાચનક્રિયા અંદર નું તાપમાન ૯૦ ફેરનહીટ સુધી પોચી જાય છે.જો પાણી પીવો તો અંદર ની અગ્નિ ઠરી જાય અને બરાબર પાચન ના થાય.આજના સમય માં જમ્યા પછી કોઈ મીઠી વાનગી,ઘણું કરીને આઈસ્ક્રીમ ખાવાની ફેશન છે.જો આહાર યોગ્ય લીધો હશે પણ પાચન નહિ થાય તો છેવટે આમ(ઝેર)જ બનવાનો.માટે જમ્યા પછી આઈસ્ક્રીમ તો કદાપિ ના ખાઓ.

18) આજે કામ ની ભાગદોડ તથા સમય ના અભાવ ને કારણે રાત ના ભોજન નો કોઈ નિશ્ચિત સમય રહ્યો નથી.સાંજે ૭ થી ૮ વાગ્યા વચ્ચે જમવાનું રાખો.

19) જમ્યા પછી કદાપિ તરત જ સુવાની તૈયારી ના કરો.જો તમે ૮ વાગ્યા રાતનું  ભોજન લીધું હોય,તો ૧૦ વાગ્યે સુવાનું રાખો.

20) બે ભોજન વચ્ચે ૫-૬ કલાક નું અંતર રાખો.