બાળકો માં કબજિયાત ના કારણો અને તેના ઉપાયો.
પેહલાંના સમય માં બાળકોમાં આવી તખલીફ બહુ ઓછા પ્રમાણ માં જોવા મળતી હતી પરંતુ આયુર્વેદ ક્ષેત્ર માં છેલ્લા ૧૨ વર્ષ ના અનુભવ ના આધારે હું એટલું ચોક્કસ કહી સકીશ કે આ તખલીફ માં કંઈક વધારો જોવા મળી રહ્યો છે અને દર્દી તપાસતી વખતે અમુક બાબતો ધ્યાન માં આવી છે જે અહીં આપણી સમક્ષ રજુ કરું છું.
સામાન્ય રીતે કોઈ ને પણ કઈ તખલીફ થાય છે તો એના પાછળ ના અમુક કારણો જવાબદાર હોય છે તેવી જ રીતે બાળકો ની આ તખલીફ માં પણ કંઈક કારણો જવાબદાર હોય છે…જણાવતા ખુબ જ દુઃખ થાય છે પરંતુ અને પાછળ બાળક ના માતા – પિતા નો મોટો ફાળો હોય છે કારણકે કે આજ કલ ના માતા પિતા પોતાના બાળકો ની દરેક ઈચ્છાઓ પુરી કરવા માટે ઉત્સુક હોય છે પછી તે બાળકોના ખાન પાન ની હોય કે પછી બીજી કોઈ ઈચ્છા …ખાસ કરીને ખાન પાન ની વાત કરીએ તો… બાળકોને ખાન પાન માં એટલો અનુભવ હોતો નથી કે તે કઈ વસ્તુ સારી અને કઈ વસ્તુ પોતાના શરીર માટે સારી નથી પરંતુ દરેક માતા પિતા ને તો ચોક્કસ પાને ખ્યાલ હોવો જ જોઈએ કે જે વસ્તુ પોતાના બાળકો ને આપે છે એ ખરેખર લાભદાયક છે કે નહિ.માત્ર ટીવી માં જોઈ કે બીજાના કેહવાથી કોઈ વસ્તુ પોતાના બાળકો ને ના આપવી જોઈએ.
૧) અત્યારના વ્યસ્ત જીવનમા માતા-પિતા બાળકોને નાસ્તામા અને જમવામા અવરનવર બ્રેડ આપવામા આવે છે જેના કારણે તે પેટની સમસ્યાઓ ઉત્પન થાય છે. બ્રેડમા મેદાથી બનતી હોવાથી તેનુ વધુ પડતુ સેવન કરવાથી પાચનશક્તિને નબળી પાડે છે જેના કારણે બાળકોનુ પેટ સાફ થતુ નથી જેના કારણે પેટની અનેક સમસ્યાઓ ઉત્પન થાય છે.
૨) વધુ પડતી તળેલી વસ્તુઓ અપાવી.
૩) બહાર ના પડીકા નો વધુ પડતો ઉપયોગ.
૪) જમ્યા પછી ઇસક્રીમ તેમજ ઠાંડાપીણાં આપવા .
૫) ફ્રિજ માં રાખેલો ખોરાક અપવો
૬) બાળકો ને બહાર ની રમતો થી દૂર રાખવા
૭) બાળકોની રાત્રે મોડા સુધી જાગવાની આદતો ને અવગણવી
૯) યોગ્ય પ્રમાણ માં પ્રવાહી ખોરાક ના આપવો.
૧૦) વાળું પડતો બ્રેડ -ચીઝ – પનીર નો ઉપયોગ
૧૧) બહાર મળતા એનર્જી બુસ્ટર નો વધુ પડતો ઉપયોગ.
૧૨) જમતી વખતે બાળકો નું ધ્યાન જમવા કરતા ટીવી અથવા મોબાઇલ માં વધુ હોય છે.
૧૩)ઘર ના જમવા કરતા વધુ પડતું બહાર નું જમવાનો શોખ .
૧૪)સ્કૂલ માં જતા બાળકો પાસે વહેલી સવારે એટલો સમય હોતો નથી જેના કારણે તે નિયત રીતે ટોયલેટ જઈ શકે.
૧૫) ઘણી વાર બાળકો ને ભૂખ નથી હોતી છતાં માતા પિતા બળજબરી પૂર્વક ખવડાવે છે.
16) ઓછું પાણી કે અન્ય પ્રવાહી લેવાથી આંતરડું મળમાંથી પ્રવાહી શોષી લે છે આથી મળ કઠણ થાય. – ખોરાકમાં રેસાયુક્ત ખોરાક (ભાજી, પપૈયું, કોબી)નો અભાવ અને બેકરીની અને મેંદાની વસ્તુઓ (બ્રેડ, ટોસ્ટ, ખારી, નુડલ્સ, પિત્ઝા) વધુ. જંકફૂડથી પણ કબજિયાત થાય.
17) બાળકોને જમવામાં કોરો નાસ્તો આપવો
આ ઉપરાંત ઘણા બધા એવા કારણો હોય છે જે જવાબદાર હોય છે પરંતુ મુખ્યત્વે એટલા જોવા મળતા હોય છે.દરેક વ્યક્તિને આદતો અલગ અલગ હોય છે એટલે કારણો પણ અલગ અલગ હોય શકે.
સામાન્ય રીતે બાળકો ની પાચન શકતી નબળી હોય છે જો તેને વધુ પ્રમાણ માં ખાવા પીવા માં આવે તો કબજિયાત ની સમસ્યા થઇ શકે છે અને તેના જ કારણે અત્યારે બાળકો માં જાડાપણું વધુ જોવા મળતું હોય છે.
જ્યારે બાળકોને ઝાડો કરાવવા ખૂબ પ્રયત્નો કરવો પડે. ઝાડો કરવામાં ખાસ્સો સમય જાય તથા દુખાવો થાય. ખૂબ જોર કર્યા બાદ સૂકો મળ આવે તો તેને કબજિયાત કહેવાય. આ સ્થિતિ બે અઠવાડિયાથી વધુ ચાલે તો ડોક્ટરને તુરંત મળવું
પપૈયા
પપૈયાને પેટ માટે રામબાણ માનવામાં આવે છે. જો પપૈયામાં હાજર ફાઈબર યોગ્ય માત્રામાં પેટમાં જાય છે, તો તે તેને સ્વસ્થ રાખે છે. જો તમારું બાળક 6 મહિનાથી ઉપરનું છે, તો તમે તેને પપૈયું ખવડાવી શકો છો. સવારે બાળકને પપૈયાની સ્મૂધી અથવા કાપીને પપૈયા ખવડાવવાનો પ્રયાસ કરો
ગરમ પાણી પીવો
જો તમે તમારા બાળકને દરરોજ ગરમ પાણી આપો છો, તો તે તેના પેટ માટે જ નહીં પરંતુ તેની ત્વચા માટે પણ સારું છે. કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે તે ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે. ધ્યાન રાખો કે જો તમે બાળકને ગરમ પાણી પીવડાવતા હોવ તો ધ્યાન રાખો કે પાણી વધારે ગરમ ન હોવું જોઈએ. પાણી હંમેશા હૂંફાળું હોવું જોઈએ.
દરરોજ સવારે કાલી દ્રાક્ષ
બાળક જયારે સવાર માં ઉઠે ત્યારે તેને કાલી દ્રાક્ષ તેની ભૂખ પ્રમાણે આપી શકાય.કાલી દ્રાક્ષ માં રેસા હોય છે તેમજ તે મળ ને નીચે ઉતારવાનું નું કામ કરે છે સાથે સાથે ગ્લુકોઝ હોવાથી શરીર માં એનર્જી પણ જળવાઈ રહે છે.
હાઇડ્રેટેડ રાખો
જો જોવામાં આવે તો મોટાભાગના બાળકો પાણી ઓછું પીવે છે અને તેના કારણે તેમને કબજિયાતની સમસ્યા ઘણી વાર પરેશાન કરે છે. જો તમારું બાળક 6 મહિનાથી વધુનું છે, વચ્ચે વચ્ચે થોડું થોડું હૂંફાળું ગરમ પાણી પીવડાવવાની ટેવ પાડો.. યોગ્ય માત્રામાં પાણી પીવાથી માત્ર પેટ જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓ પણ દૂર રહેશે.
દૂધ અને ઘી
એક ગ્લાસમા હુંફાળા દૂધ લો તેમા બે ચમચી ઘી ભેળવીને હુંફાળા પીવાથી તે ખુબ જ ફાયદાકારક છે. આ પ્રકારે દૂધ પીવાની સૌથી જુની પદ્ધતિ છે, એટલુ જ નહી આ પ્રકારનુ હુંફાળા દૂધ પીવાથી તમામ પ્રકારની કબજિયાતને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. ઘી માટે વાત કરીએ તો, તેને આયુર્વેદિકનુ સર્વ શ્રેષ્ઠ તત્વ માનવામાં આવે છે, આ હુંફાળા દૂધ પીવાથી તે કબજિયાત સહિત શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
ત્રિફલા
ત્રિફલા ચૂર્ણથી આપણે બધા જાણીતા છીએ. ત્રિફલા ચૂર્ણ જુદાં-જુદાં પ્રકારની અનેક જડી-બુટ્ટિને મિક્સ કરીને બનાવવામા આવે છે. આ ચુર્ણનુ સેવન કરવાથી કબજિયાતની સમસ્યાને દુર કરે છે. આ ચુર્ણમા એંટી બૈક્ટીરિયલ અને એંટી ઓક્સીડેંટ્સ હોય છે જે પેટના સ્વસ્થ્યને સારુ બનાવી રાખે છે.આ ચૂર્ણ ર્ગભવતી મહિલાઓને પણ આપવામા આવે છે.
અંજીર
નિષ્ણાતો દ્રારા બાળકોને અંજીરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. અંજીરમા પેટને જોઈતા સૌથી વધુ ફાયબર જોવા મળે છે. બાળકોને અંજીર ખાલી પેટે અથવા લંચના સમયે આપવા જોઈએ, અંજીરને વધારે કારગાર બનાવવા માટે તેને ખાતા પહેલા થોડા કલાકો સુધી પાણીમાં પલાળી રાખવું જોઈએ. અંજીરમા
ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.